અમદાવાદ મ્યુનિસિપલ ટીચર્સ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સ્થાપના ફક્ત ૧૨ સભ્યો અને ૧૩૨ રૂપિયાની મૂડીથી તા. ૧૧, જાન્યુઆરી 1938 ના શુભ દિન એ પરમવંદનીય સ્વર્ગીય શ્રી બળવંતરાય ઠાકરના શુભઆશિષથી શરૂ કરવામાં આવી જો આપણી સંસ્થા ના અધ્યક્ષ સ્થાપક છે.
પ્રથમ સામાન્ય સભામાં સ્વર્ગીય શ્રી નાનાલાલ ગીરધરલાલ ભટ્ટની કાર્ય સંચાલન માટે તથા સ્વર્ગીય શ્રી જગન્નાથ મોહનલાલ તરવાડીની મંડળીનું રોજબરોજનું વહીવટી કાર્ય સાંભળવાની જવાબદારી સોંપવામાં આવી. સરકારી અનવેષકોએ તારીખ ૩૦ જૂન ૧૯૩૮ માં મંડળીના ચાર માસની બાદ મંડળીનું સહકારી વર્ષનું ઓડિટ કરી મંડળીના વહીવટી કાર્ય તથા હિસાબી કામ માટે ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો અને મંડળીને ‘અ’ વર્ગમાં મૂકવામાં આવી. આમ મંડળી પ્રથમ વર્ષમાં જ તેનો વહીવટ અંગેનું ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી લીધું જે સભાસદોના હાર્દિક સહકાર તથા મંડળી પ્રત્યેની મમતા અને કાર્યવાહકોની દક્ષતાને આભારી છે.
ડેથ બેનિફિટ યોજના આ યોજના ચાલુ કરવા પાછળ એક મોભાદાર સભાસદના અવસાનથી તેના કુટુંબની અવદશા રૂબરૂ જોઈને સને ૧૯૪૧ માં એટલે કે તા.૧૦ મી માર્ચ ૧૯૪૧ ના રોજ આકાર આપી મંડળી એ એક વધુ સોપાન હાંસલ કરવાનું ઉપકારક પુણ્યનું પગલું માંડ્યું. સ્વર્ગસ્થ સભ્યના આપ્તજનના ઊંડા દુઃખમાં સહભાગી બનવા તમામ સભાસદોએ આવા પુણ્ય કાર્યમાં એક સુર પુરાવ્યો. મંડળીની સૌથી વિશેષ ગૌરવની બાબતે હતી કે ડેથ બેનિફિટ યોજના આખા ભારત દેશની તમામ સહકારી સંસ્થાઓમાં સૌપ્રથમ શરૂઆત કરી જે મંડળી માટે એક ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાય કારણ કે આ યોજનાના શરૂઆતથી બીજી અનેક મંડળીઓને માર્ગદર્શન મળ્યું.
દિન પ્રતિદિન ચીજ વસ્તુઓમાં ભાવ વધારાના કારણે સભાસદને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ ધિરાણની મર્યાદા ધીરે ધીરે વધારવામાં આવી. જે ધિરાણ મર્યાદા રૂા.૫,૦૦૦/- હતી તે આજે વધારીને રૂા.૧૨,૦૦,૦૦૦/- થઇ છે.
મંડળી એ બેન્ક ક્રેડિટના લેવી પડે તે હેતુસર ઉંચા વ્યાજ દરે થાપણ લેવાનું ચાલુ કરવામાં આવ્યું. સભાસદ પોતાની બચત પોતાની સંસ્થામાં પ્રેમપૂર્વક મુકવા લાગ્યા. જે ગૌરવની બાબત ગણી શકાય. આમ મંડળી પાસે શેર ભંડોળ રીઝર્વફંડ વધતું ગયું. આ સાથે મંડળીના સભાસદોમાં પણ વધારો થયો તેમજ કરજની મર્યાદામાં પણ આજ દિન સુધીમાં ધરખમ વધારો થયો. શેર ભંડોળને મર્યાદા નક્કી કરવામાં આવી. આજની તારીખમાં સહાયક ડેથ ફાળા તરીકે સભાસદ પાસેથી રૂા.૫૦૦/- ઉઘરાવીને ર્સ્વગસ્થ સભાસદના વાલી વારસને સહાય કરવામાં આવે છે થાપણ મંડળીના સભાસદો અને નિવૃત શિક્ષકો પાસેથી લેવાનું ચાલુ છે મંડળના સભાસદોને દર વર્ષે ૧૫% ડિવિડન્ડ આપવામાં આવે છે. જે ગૌરવ લેવા જેવી બાબત છે તેની સાથે સભાસદ દીઠ રૂા.૭૫૦/- રૂપિયાની ભેટ આપવાનું શરૂ કરવામાં આવેલ છે.
સરકારી ઓડિટમાં હર હંમેશ ‘અ’ વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું છે

